રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજની સાધારણ સભામાં નવીન પ્રમુખ /મંત્રી તથા કારોબારીની વરણી કરાઈ..
રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજની સાધારણ સભામાં નવીન પ્રમુખ /મંત્રી તથા કારોબારીની વરણી કરાઈ..
રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજની સાધારણ સભામાં નવીન પ્રમુખ /મંત્રી તથા કારોબારીની વરણી કરાઈ..
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ પ્રજાપતિ સંકુલમાં રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજની સાધારણસભા તા. ૦૮/૦૩/૨૦૨૫ને રવિવાર ના રોજ સવારે ત્રિભોવનભાઈ હરિભાઈ પ્રજાપતિ સરકારપુરાના અધ્યક્ષ સ્થાને શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ,કનુભાઈ પ્રજાપતિ જાવંત્રી,પિનાકીનભાઈ પ્રજાપતિ બંધવડ,જીવાભાઈ ભગત કમાલપુર,કેશાભાઈ હનુમાનપુરા સહીત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ત્યારે પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ, પૂર્વ મંત્રી છગનભાઈ પ્રજાપતિ દ્વારા પાંચ વર્ષમાં આપેલ સહકાર બદલ સમાજનો આભાર માન્યો હતો.હિસાબો દેવરામભાઈ પ્રજાપતિએ રજુ કરતા ઉપસ્થિત કારોબારીએ બહાલી આપેલ. ત્યારબાદ નવીન કરીબારીમાં પ્રમુખ પ્રજાપતિ પાંચાભાઈ રણછોડભાઈ-ધરવડી,મંત્રી પ્રજાપતિ દેવરામભાઈ ગંગારામભાઈ વાવડીયા- રાધનપુર,કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ પ્રજાપતિ- સરકારપૂરા, નાગરભાઈ પ્રજાપતિ, નાનાપુરા,મોહનભાઈ પ્રજાપતિ- રાધનપુર,પ્રહલાદભાઈ પ્રજાપતિ- અરજણસર,ગણપતભાઈ પ્રજાપતિ-વડનગર,ચમનભાઈ પ્રજાપતિ-નજૂપુરા (હાલ થરા), ઈશ્વરભાઈ પ્રજાપતિ-કમાલપુર, મહેશભાઈ પ્રજાપતિ-ચલવાડા, સંજયભાઈ પ્રજાપતિ-સીનાડ, જગમાલભાઈ પ્રજાપતિ-લોટીયા, ચમનભાઈ પ્રજાપતિ-સાંથલીની સર્વ સંમતિથી નિમણુંક કરવામાં આવેલ.રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળમાં અગિયાર હજાર રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન દશરથભાઈ (ડી.ડી.) પ્રજાપતિએ આભાર વિધિ નવ નિયુક્ત પ્રમુખ પાંચાભાઈ પ્રજાપતિએ કરી હતી.પૂર્વ પ્રમુખ/પૂર્વમંત્રી તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ
છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530