GUJARATHALOLPANCHMAHAL

હાલોલના બારોટ ફળિયામાં દરોડો,9 જુગારીઓ ₹68,520ના મુદ્દામાલ સાથે ઝડપાયા,1 વોન્ટેડ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૮.૨૦૨૬

પંચમહાલ જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા અંગે મળેલ સૂચના આધારે હાલોલ ટાઉન પોલીસ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. હાલોલ ટાઉન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. ઝાલાને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે બારોટ ફળિયામાં શાંતિભાઈ કાનજીભાઈ બારોટના મકાન પાસે આવેલા પતરાના શેડ નીચે કેટલાક ઈસમો ગંજીપત્તા વડે હાર-જીતનો પૈસાથી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમી રહેલા 9 ઈસમોને આબુધ ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓમાં હિતેષભાઈ વિક્રમભાઈ બારોટ, ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ બારોટ, પીયુષભાઈ વિનોદભાઈ બારોટ, ચેતનભાઈ લક્ષ્મણભાઈ બારોટ, રામકેશ રઘુનાથ પરીહાર, રાકેશભાઈ હેમાભાઈ બારોટ, અક્ષયકુમાર કિશોરભાઈ બારોટ, દિનેશભાઈ મનુભાઈ બારોટ અને વિજયભાઈ માનસુરભાઈ બારોટનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ₹૩૮,૫૨૦, ₹૩૦,૦૦૦ની કિંમતના ૬ મોબાઈલ ફોન તથા ગંજીપત્તા મળીને કુલ ₹૬૮,૫૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન બારોટ ફળિયાનો રાહુલભાઈ શાંતિભાઈ બારોટ નામનો શખ્સ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલોલ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!