વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં ચોમાસાનો વરસાદી માહોલ બરાબર ઝામ્યો છે,છેલ્લા પાંચેક દિવસથી વરસાદનું આગમન સતત જારી છે,ત્યારે ઘણા બધા ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરી નાખી છે,જ્યારે બાકી રહેલા ખેડૂતો વરસાદ વિરામ લેય તો વાવણી કરવાની તૈયારીમાં છે.જોકે ચાર પાંચ દિવસથી થઈ રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.નવસારી જિલ્લાના છેવાડે આવેલા ખેરગામ તાલુકામાં વરસાદનું આગમન સતત જારી છે,સાંજે ચાર વાગ્યા સુધી છેલ્લા ચોવીસ કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસડા ખેરગામ વિભાગમાં નોંધાયો હતો.છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ અને વાદળ વરસાદથી ઘેરાયેલું છે,ઉપરવાસમાં પણ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી તાન ,માન અને ઔરંગા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી.જેના પગલે ખેરગામ તાલુકાના ત્રણ જેટલા માર્ગો ઉપર લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા. જેમાં ઔરંગા નદી ઉપરના નાધાઈ ગરગડીયાનો પુલ જે ખેરગામ અને વલસાડ તાલુકાને જોડતો અતિ ઉપયોગી માર્ગ બંધ થવા પામ્યો હતો .આ ઉપરાંત ખેરગામ તાલુકાના બહેજ કૃતિ કડક અને ધરમપુર તાલુકાના ભાંભા ગામને જોડતો અને ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર તાલુકાના મરગમાળને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોએ લાંબો ચકરાવા લઈ પોતાની મંજિલે પહોંચવાની નોબત આવી હતી.



