ARAVALLIGUJARATMODASA

દિવસ દરમિયાન ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત : અરવલ્લી જિલ્લામાં ચોમાસાનું આગમન મેઘરજ માલપુર પંથકમાં વરસાદ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

દિવસ દરમિયાન ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત : અરવલ્લી જિલ્લામાં ચોમાસાનું આગમન મેઘરજ માલપુર પંથકમાં વરસાદ

અરવલ્લી જિલ્લામાં કેટલાય સમયથી જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો હતો અને ધીરે ધીરે હવે અરવલ્લી જિલ્લામાં લાંબા સમય પછી વરસાદનું આગમન થયું છે જેમાં ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો દિવસ દરમિયાન ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઇ હતી જેમાં માલપુર તેમજ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા કેટલાક અંશે ગરમીથી રાહત મળી હતી ખાસ કરીને બપોર બાદ વાતાવરણ પલટો આવ્યો હતો અને મેઘરજ તાલુકાના ગ્રાન્ય વિસ્તારમાં વરસાદ માહોલ જામ્યો છે જેમાં રોયણીયા, પટેલ ઢૂંઢા, ખેરાઈ સહીત મોટી મોયડી મોટી પંડુલી વાવકમ્પા પંથકમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું પરંતુ આ વરસાદ હજુ ખેતી લાયક વરસાદ જેવો ના પડતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ માલપુર તાલુકાના વાતાવરણ પણ  પલટો જોવા મળ્યો હતો માલપુર ના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો ભારે પવન સૂસવાટા અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button