GUJARATJETPURRAJKOT

Rajkot: કેન્દ્રીય વિચરતા-વિમુક્ત સમુદાયના વિકાસ-કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ પટણીની રાજકોટ મુલાકાત

તા.૧૬/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સભ્યશ્રીએ વિ.-વિ. જાતિના લોકો સાથે બેઠક યોજી સરકારી યોજનાઓના મળતા લાભોની સમીક્ષા કરી

Rajkot: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ સમાવિષ્ટ વિચરતા અને વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ બાબુભાઈ પટણી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ તકે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી પ્રભવ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેએ તેમનું સ્વાગત કર્યું હતું.

બોર્ડના સદસ્ય શ્રી ભરતભાઈ પટણીએ વિચરતી અને વિમુક્ત જાતિની કચેરી, બહુમાળી ભવન ખાતે વિચરતા અને વિમુક્ત સમુદાયના લોકો સાથે બેઠક યોજી હતી અને તેમના માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તેમને મળતાં લાભોની સમીક્ષા કરી હતી તેમજ તેમના પ્રતિભાવો પણ જાણ્યા હતા.

નોંધનીય છે કે, વિચરતી જાતિમાં ૨૮ તેમજ વિમુક્ત જાતિમાં ૧૨ મળીને કુલ ૪૦ જાતિઓનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે, ત્યારે આ સમુદાયના લોકો માટે શિક્ષણ, આવાસ, કુંવરબાઈનું મામેરું તેમજ જાતિઓના પ્રમાણપત્રની કામગીરી યોગ્ય રીતે થાય છે કે કેમ તેમજ યોજનાઓનો સુચારુ અમલ થાય છે તે અંગે સદસ્યશ્રી ભરતભાઈએ ખાતરી કરી હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લા વિકસતિ જાતિ કચેરીના નાયબ નિયામક શ્રી જે.એ. બારોટ, રાજકોટ પ્રાંત-૧ અધિકારી સુશ્રી ચાંદની પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!