તા.૧૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા પૂરવઠા અધિકારી દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજાઈ
Rajkot: અન્ન અને નાગરિક પૂરવઠા નિયામકશ્રીની સૂચના મુજબ રાજકોટના જિલ્લા પૂરવઠા અધિકારીશ્રીએ હાલમાં કઠોળ તથા તુવેરદાળ, અડદદાળ તેમજ અન્ય દાળના હોલસેલર, રીટેઈલર, બીગ ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકાર વગેરેના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વેપારીઓને કઠોળ-દાળનો સ્ટોક દર શુક્રવારે નિયમિત રીતે જાહેર કરવા સૂચના આપી છે.
બેઠકમાં પૂરવઠા અધિકારીશ્રીએ સૂચના આપી હતી કે, જિલ્લાના તમામ કઠોળના સ્ટોક હોલ્ડર્સ જેમ કે, મિલર્સ, ડીલર્સ, ઈમ્પોર્ટર, એક્સપોર્ટર, હોલસેલર્સ, રિટેલર્સે સરકારના પોર્ટલ http:// fcainfoweb.nic. in /psp પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સાથે કઠોળ તેમજ દાળના વેપારીઓએ કેન્દ્ર સરકારની આયાત નીતિમાં થયેલા સુધારા મુજબ, પીળા વટાણાનો જથ્થો મેટ્રિક ટનમાં જાહેર કરવાનો રહેશે. કઠોળ તેમજ દાળનો જથ્થો પણ મેટ્રિક ટનમાં દર્શાવાનો રહેશે. દર શુક્રવારે વેપારીઓએ તેમની પાસે ઉપલબદ્ધ કઠોળના જથ્થાની વિગતો જાહેર કરવાની રહેશે.