JAMNAGARKALAVAD

કાલાવડના ખંઢેરા ગામે સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખંઢેરા કલસ્ટરની વિવિધ શાળાના બાળ વૈજ્ઞાનિકો એ તેમની અવનવી કૃતિઓ રજુ કરી હતી.
આ બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપવા તેમના ગણિત વિજ્ઞાના શિક્ષકો હાજર રહયા હતા. ખંઢેરા તાલુકા શાળાના આચાર્ય જાડેજા સાહેબ હાજર રહી બાળ વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ પ્રદર્શન કુલ પાંચ વિભાગમાં યોજાયુ હતુ. જેમા વિભાગ એકમાં ખાનકોટડા પ્રાથમિક શાળા, વિભાગ બે માં કૃષ્ણપુર પ્રાથમિક શાળા,વિભાગ ૩ માં ખંઢેરા તાલુકા શાળા,વિભાગ ૪ માં હરિપર પ્રાથમિક શાળા તથા વિભાગ પ માં નાગપુર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને તાલુકા કક્ષના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદ કરવામાં આવેલ. સમગ્ર પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે કિન્નરીબેન દોશી, કલ્પેશભાઈ ચોટલિયા તથા રાહુલભાઈ પટેલ એ કામગીરી સંભાળી હતી. પ્રદર્શનમાં હાજર રહેલ તમામ બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સીઆરસી સાજીતભાઈ મલેક દ્ધારા કરવામાં આવેલ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!