GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “વિરાસતથી વિકાસ-૨૦૨૬”: રાજકોટના લોકમેળામાં લુપ્ત થતી કઠપૂતળી કલાથી રેલાશે લોકશિક્ષણની સરવાણી

તા.૨૯/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: હેમાલી ભટ્ટ

લોકમેળામાં રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કઠપૂતળી કલાકારો જમાવશે અનોખો રંગ

Rajkot: રાજકોટના આંગણે તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા “વિરાસતથી વિકાસ-૨૦૨૬” લોકમેળામાં મનોરંજનની સાથે લોકશિક્ષણ અને પ્રાચીન લોકકળાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા લોકમેળા પરિસરમાં માહિતી ખાતાના પ્રદર્શન સ્ટોલ ખાતે પ્રાચીન અને પરંપરાગત કઠપૂતળી કલાના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

પરંપરાગત કલાના માધ્યમથી લોકજાગૃતિ

રાજ્ય સરકારના માહિતી ખાતામાં નોંધાયેલા અનુભવી કઠપૂતળી કલાકારો કલા પ્રદર્શિત કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લુપ્ત થતી પ્રાચીન કઠપૂતળી કલાને જીવંત રાખવાની સાથે-સાથે સરળ અને મનોરંજક શૈલીમાં નાગરિકો સુધી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સામાજિક જાગૃતિના સંદેશાઓ પહોંચાડવાનો છે.

 

દરરોજ યોજાશે બે વિશેષ કાર્યક્રમો

પ્રાદેશિક માહિતી કચેરી- રાજકોટના આયોજન મુજબ લોકમેળા દરમિયાન કલાકારો દ્વારા કઠપૂતળીના બે વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જે બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો માટે મનોરંજક અને માહિતીસભર બની રહેશે.

માહિતી ખાતાના સ્ટોલ પર પરંપરાગત માધ્યમ એવા કઠપૂતળીના કલાકારો દ્વારા રજૂ થનારા કાર્યક્રમો લોકમેળાના ઉત્સાહમાં વધારો કરશે અને મુલાકાતીઓને પોતાની સંસ્કૃતિ તથા વિરાસત સાથે જોડશે.

Back to top button
error: Content is protected !!