GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ 

તા.૧૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

શા૫ર અને લોધિકા જી.આઇ.ડી.સી.મા આવેલ ઓદ્યોગિક એકમોના કર્મચારીઓની પે-સ્લીપ પર મતદાનના સંદેશ થકી લોકોને કર્યા જાગૃત

Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને વધુને વધુ નાગરિકો મતદાનમાં સહભાગી બને તે માટે મતદાર જાગૃતિલક્ષી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા ૭૧-રાજકોટ ગ્રામ્ય(અ.જા.) વિઘાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ શા૫ર અને લોધિકા જી.આઇ.ડી.સી.મા આવેલ ઓદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો તથા કર્મચારીશ્રીઓ મતદાન કરવા જાગૃત થાય તે માટેના સ્લોગન સાથે ૫ે-સ્લી૫ આ૫ી સ્વી૫ દ્વારા મતદાર જાગૃતિ પ્રવૃતિ કરવામાં આવી હતી. ૫ે-સ્લી૫ ઉ૫ર મતદાન કરવાની અપીલ કરતા સ્ટેમ્પ જેવા કે “मेरा मत मेरा अधिकार, मतदान मेरी जिम्मेदारी” લગાવી લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

ઉપરાંત, રાજકોટના લોધિકાના મેટોડા જી.આઇ.ડી.સી.ના મેકવેલ ઓટો એન્જિનિયરિંગ લીમીટેડ કંપની ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓને લોકશાહીના આ પર્વમાં મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી તેમજ મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા તથા સ્વીપ દ્રારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું તેમ, સ્વીપના નોડલ તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!