Rajkot: ઓગસ્ટ મહિનાના તહેવારો નિમિત્તે રાશન લાભાર્થીઓને વધારાનું સીંગતેલ તથા ખાંડ વિતરણ કરાશે

તા.૩૦/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે.
અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યકિત મુજબ (કિ.ગ્રા.) ઘઉં 2 કિ.ગ્રા, ચોખા 2 કિ.ગ્રા તથા બાજરી 1કિ.ગ્રા વિનામૂલ્યે તથા અંત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો મળવાપાત્ર જથ્થો કાર્ડદીઠ મહતમ ઘઉં 15 કિ.ગ્રા ચોખા 15કિ.ગ્રા તથા બાજરી 5 કિ.ગ્રા એમ કુલ 35 કિ.ગ્રા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘંઉં તથા ચોખા ઉપરાંત નીચે મુજબની વિગતે ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠા તથા તહેવાર નિમિતેની વધારાની ખાંડ અને રાહતદરે એક (૧) લી. સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.
ખાંડ નિયમિત બીપીએલ કુટુંબોને વ્યક્તિદીઠ 0.350 ગ્રામ રૂ. 22 તથા ખાંડ નિયમિત એએવાય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિગ્રા રૂ.15, ત્રણ વ્યક્તિ સુધી વ્યક્તિ દીઠ 0.350 ગ્રામ રૂ.15 તથા તહેવાર નિમિત્તે એએવાય કુટુંબોને ખાંડ 1 કિગ્રા 15 રૂ તથા બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ એક કીગ્રા ખાંડ 22 રૂપિયામા વિતરણ કરાશે. આ ઉપરાંત અંત્યોદય રાશનકાર્ડ ધરાવતા કુટુંબો, અગ્રતા ધરાવતા કુટુંબો તથા બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડદીઠ સીંગતેલ એક લીટર સો રૂપિયા, ચણા 1 કિલો 30 રૂ, તુવેર દાળ એક કિલોગ્રામ 50 રૂ તથા ડબલ ફોર્ટિફાઇડ મીઠું એક કિલોગ્રામ એક રૂપિયામાં વિતરણ કરાશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.




