GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ઝાખરીપુરા ગામે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનાવેલ ડામર રોડ ધોવાતા અવર જવર માટે જોખમી.!

તારીખ ૦૪/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઝાખરીપુરા ગામે દૂધ ડેરી થી વૈરેયા ફળિયા સુધી મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનાવામાં આવેલ ડામર રોડ પર ઠેર ઠેર ગાબડાં પડી જતા અવર જવર કરતા નાગરીકોને અકસ્માતનો ભય શતાવી રહ્યો છે તદ્દઉપરાંત વેરૈયા ફળિયા નજીક તળાવ આવેલું છે જ્યાં પાણીના નિકાલ માટે ડામર રોડ નીચે નાખવામાં આવેલા ગરનાળા બહાર નીકળી જતા રોડ અવર જવર માટે જોખમી બની ગયો છે વેહલી તકે સમારકામ કરવામાં આવે.તેવી ગામ લોકોમાં માગ ઉઠી છે.






