GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદર નગરપાલિકા ખાતે “સ્વચ્છતા હી સેવા પખવાડિયા” અંતર્ગત મ્યુનસિપલ કન્યા વિદ્યાલય ખાતે યોગ શિબિર યોજાઈ
તા.૨૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot::ભારત સરકારશ્રી દ્વારા “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪”ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓકટોબર દરમિયાન “સ્વચ્છતા પખવાડિયા”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા મ્યુનીસિપલ કન્યા વિદ્યાલય ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યોગના માધ્યમથી શરીર અને સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગાસન થકી યોગના ફાયદા અંગે માહિતી અપાઈ હતી. સાથે જ સ્વરછતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. યોગ શિબિરમાં આચાર્યશ્રી, શીક્ષકો, શાળાની વિદ્યાર્થીનીઓ, અને યોગવીરો ઉપસ્થિત રહયા હતા.