Rajkot: મહિલા અને બાળવિકસ વિભાગ દ્વારા કિશોરીઓ માટે સ્વ-સ્વચ્છતા અને માસિક સ્ત્રાવ જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

તા.૨૭/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તથા ભારત સરકારની મિશન શક્તિ યોજના અંતર્ગત કાર્યરત સંકલ્પ – ડીસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) દ્વારા શ્રી ભારતી મહાવિદ્યાલય, રાજકોટ ખાતે કિશોરીઓ માટે અનોખો અને ઉપયોગી “સ્વ-સ્વચ્છતા અને માસિક સ્ત્રાવ જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 115 કિશોરીઓને આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે માહિતગાર કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં શહેરી વિકાસ ક્ષેત્રે ચાલી રહેલા પ્રગતિશીલ પ્રયત્નોને વધુ મજબૂત બનાવતા, “Urban Development Year (UDY) – 2025” ના પ્રારંભના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં કિશોરીઓને દૈનિક સ્વચ્છતા, વ્યક્તિગત હાઈજીન, માસિક સ્ત્રાવ સમયે અનુસરવાની કાળજી જેવી બાબતો અંગે DHEW સ્ટાફ દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું તથા કિશોરીઓના પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવ્યા હતા તથા માસિક આરોગ્યને લગતી માન્યતાઓ, ગેરસમજ અને સંકોચ દૂર કરવા માટે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડીસ્ટ્રીકટ મિશન કો ઑર્ડીનેટર જેવીના માણાવદરીયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી તપન નથવાણી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો સહિતના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.



