GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં “ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા” અભિયાનને ઝુંબેશરૂપે ચલાવવા અધિકારીઓને સૂચના આપતા જિલ્લા કલેકટરશ્રી   

તા.૧૬/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

૮૦થી વધુ કેમિસ્ટની દુકાનો પર ગેરકાયદેસર નશાકારક દવાના વેચાણ પર કાર્યવાહી કરતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

Rajkot: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં “ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા” અભિયાન અન્વયે અવેરનેસ કેમ્પ યોજવા અને કેમિસ્ટની દુકાનોની સમયાંતરે તપાસ કરવા સહિતની જરૂરી સૂચનાઓ અપાઈ હતી.

કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ શાળા-કોલેજ વિસ્તારોમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ અટકાવવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પડતર જમીન પર ગાંજા અને અફીણના છોડનું વાવેતર પર પ્રતિબંધ મુકવા જરૂરી ચર્ચા કરી હતી. કલેકટરશ્રીએ “ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા” અભિયાન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુને વધુ જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવા પર ભાર મુક્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી ૮૦થી વધુ કેમિસ્ટની દુકાનો પર કોડીન, સીરપ, સહિતની ગેરકાયદેસર નશાકારક દવાઓના વેચાણની તપાસ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર.ખાંભરા, શ્રી રાહુલ ગમારા, શ્રી નાગાજણ તરખલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસીયા, એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!