Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “ડાયાબિટીસ મુક્ત” અભિયાન શિબિર યોજાઈ: નેચરોપેથી નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
તા.૧૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
યોગ, પ્રાણાયામ, પ્રાકૃતિક આહારને દિનચર્યામાં અપનાવવા ૨૦૦થી વધુ લોકોએ માહિતી મેળવી
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ (કે જે એક મહારોગ છે જેને મધુમેહ પણ કહેવાય છે.)ની યોગ દ્વારા નાબૂદી કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે અનુસંધાને રાજકોટના લોકોમાં ડાયાબીટીસ અંગે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. શહેરમાં “ડાયાબિટીસ મુક્ત” અભિયાનના બે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં કેમ્પ ૧- સરદાર પટેલ ભવન, માયાણીનગર, મહુડી રોડ અને કેમ્પ ૨ પૂજ્ય રણછોડદાસજી બાપુ, કોમ્યુનિટી હોલ, ભારત વિકાસ પરિષદ, આનંદ નગર મેઇન રોડ ખાતે “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન અન્વયે “યોગ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના સંદર્ભે પ્રાકૃતિક એક્સપર્ટ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇસ્ટ ઝોન શિબિર ઓમ વેલનેસ સેન્ટરના ડો. નિશાબેન ઠુમ્મરે પ્રાકૃતિક આહાર અને દિનચર્યા સવિશેષ માહિતી અપાઈ હતી. વેસ્ટ ઝોન શિબિરમાં ધ મિડોર વેલનેસ સેન્ટરના ડો. અંકિત તિવારીએ જીવનમાં દિનચર્યા, ડાયાબિટીસ મુક્ત માટે પ્રાકૃતિક આહાર, નિંદ્રા, યોગ, પ્રાણાયામ અને આસન સહિતની પ્રવૃતિઓથી ડાયાબિટીસમાંથી મુક્તિ મળી શકે છે. ઉપરાંત ઉપસ્થિત સર્વેને ગ્રીન જ્યુસ આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી, વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી ગીતાબેન સોજીત્રા ઈસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી મીતાબેન તેરૈયા, શિબિર સંચાલક અને યોગ કોચશ્રી નીતિનભાઈ કેસરિયા, શ્રી શ્રદ્ધાબેન ગોસાઈ, શ્રી ધીરુભાઈ ઠુંમર, શ્રી રૂપલબેન છગ, શ્રી ભાવનાબેન ગામી, શ્રી કિંજલબેન ઘેટીયા સહીત કોચ અને ટ્રેનરોએ ભાગ લીધો હતો.