GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રેરણાદાયી પહેલ : યુવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીએ ફેસબુકના માધ્યમથી કર્યો લાઇવ સંવાદ

તા.૨૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કોલેજીયનોને મતદાનના દિવસે #InkWaliSelfie અને આકર્ષક કેપ્શન સાથે ફોટો અપલોડ કરવા પ્રોત્સાહિત કરાયા

Rajkot: આગામી લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરનારાઓમાં ‘વોટિંગ ઇઝ અ ન્યુ કુલ’ સૂત્રને સાકાર કરવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોમાં કુલ ૭૭ કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની ઉપસ્થિતિમાં ફેસબુક લાઈવ પ્રોગ્રામ મારફતે કોલેજના કેમ્પસ એમ્બેસેડર્સ અને વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયામાં જોડાવા પ્રેરિત કર્યા હતા.

રાજકોટ જિલ્લા કલેકટરશ્રીએ ખાસ કરીને કોલેજીયનોને મોબાઈલ ફોનનો સદુપયોગ કરીને ઇન્ટરેસ્ટિંગ રીલ અને મીમ બનાવી તેને અપલોડ કરીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ મત આપવા માટે મતદાર કાર્ડનો ઉપયોગ કરવા તેમજ જો વોટર કાર્ડ ના હોય તો અન્ય પુરાવાઓના આધારે પણ અચૂક મતદાન કરવા ખાસ અપીલ કરી હતી. વધુમાં, કલેકટરશ્રીએ સેલિબ્રિટીઓની જેમ પોતે જ પોતાની કોલેજના એમ્બેસેડર હોવાનું વિદ્યાર્થીઓને કહીને ‘મતદાન કરવા અને કરાવવા’ સૂચનો આપ્યા હતા. સાથેસાથે યુવા મતદારોને મતદાનના દિવસે #InkWaliSelfie અને આકર્ષક કેપ્શન સાથે ફોટો પોસ્ટ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

વધુમાં, સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી સોશિયલ મીડિયા હેન્ડલસની માહિતી સાથે વોટર હેલ્પલાઈન, સી વિજિલ, સક્ષમ, નો યોર કેન્ડીડેટ એપ્લિકેશન્સ અને ૧૯૫૦ વોટર હેલ્પલાઈન નંબર વિશે જાણકારી આપી હતી. મતદાનના દિવસે હીટવેવ સંદર્ભે મેડિકલ ફેસીલીટી અને ટ્રીટમેન્ટની વિગતો આપી હતી. તેમજ કોલેજીયનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને, તેવો અનુરોધ કર્યો હતો.

રાજકોટ સંસદીય મતવિસ્તારના યુવાનોમાં મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રોગ્રામ અને સોશિયલ મીડિયા કેમ્પેઇન અંતર્ગત આયોજિત આ ફેસબૂક લાઇવ પ્રોગ્રામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આઈ.ટી.આઈ., ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ સહિતની કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તકે વિદ્યાર્થીઓએ ‘મેં ભારત હું, ભારત હૈ મુજ મેં’, ‘હેઝટેગ કરીશું, સેલ્ફી લઈશું’, ‘હાઉ ટુ કાસ્ટ યોર વોટ’ના વીડિયોસ નિહાળ્યા હતા.

આ ફેસબૂક લાઇવ પ્રોગ્રામ માટે આઇ.સી.ટી. ઓફિસરશ્રી નમ્રતાબેન નથવાણી, ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓફિસરશ્રી પલ્લવભાઈ તેંડુલકર, ટેલિકોમ આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી મનોજભાઈ વર્મા, જીસ્વાન એન્જિનિયરશ્રી રાહુલભાઈ ત્રિવેદી સહિતની ટીમ એ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!