GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ ધારકોએ ઈ-શ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવા સૂચના

તા.૧૧/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશનકાર્ડ ધરાવે છે, તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં NFSA લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ માટે રાજકોટ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત ઝોનલ કચેરીનો તથા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ઈ-શ્રમ કાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩માં અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવા માટે ઈ-શ્રમ કાર્ડ સાથે રાશનકાર્ડ નંબર લીંક કરવા જરૂરી છે. જેથી જે ઈ-શ્રમ કાર્ડ ધારકે ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશનકાર્ડ નંબર આપેલ નથી. તેઓએ તાત્કાલિક પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા ઈ શ્રમ કાર્ડ સાથે સંપર્ક કરવાનો રહેશે. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકો પૈકી જે કાર્ડધારકો પાસે બારકોડેડ રાશનકાર્ડ ન હોય તેઓને ફોર્મ નંબર-૨ સાથે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાથી નવા રાશન કાર્ડ આપવામાં આવશે આ બાબતે વધુ માહિતી જિલ્લા પુરવઠા કચેરી કલેકટર કચેરી બીજો માળ શ્રોફ રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૯૧ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની રાજેશ્રીબેન વંગવાણીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!