Rajkot: રાજકોટ જિલ્લાના ખેલ મહાકુંભ ૨.૦ તથા ૩.૦ના વિજેતાઓને રોકડ પુરસ્કાર અંગે
તા.૧૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના ખેલ મહાકુંભ ૨.૦ અને ૩.૦ અંતર્ગત તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ-પુરસ્કાર મળેલ ના હોય તે ખેલાડીઓએ રાજકોટ જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલ મહાકુંભ ૨.૦ કે ૩.૦ની રજિસ્ટ્રેશનની વિગત, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જમા કરાવવાની રહેશે.
રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓ અને કોચીઝને રોકડ-પુરસ્કાર મળેલ ના હોય તે ખેલાડીઓએ ભાગ લેવા ગયેલ જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરી ખેલ મહાકુંભ ર.૦ રજિસ્ટ્રેશનની વિગત, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ તા.૨૦/૦૬/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે, ખેલ મહાકુંભ ૩.૦ ના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન ની વિગત બેંક ખાતાની પાસબુક ની નકલ અથવા કેન્સલ ચેકની નકલ તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ રોકડ-પુરસ્કાર અંગેની માહિતી સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે પાર્થભાઈ મહેતા મો.નં.- ૯૫૫૮૨૧૯૦૧૪ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.