GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ શહેરકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે
તા.૨૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારશ્રીના, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્યકક્ષાની નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધા આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજન થનાર છે. જેમાં જે સંસ્થાના કલાકાર ભાઈઓ-બહેનોએ ફોર્મ ભર્યા છે. તેમણે સ્પર્ધામાં સમયસર હાજર રહેવા અને કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દીહોરાની યાદીમાં જણાવાયું છે.