GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૧૭/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા કલેકટરશ્રી પ્રભવ જોશી

Rajkot: રાજકોટ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલ થી ઓક્ટોબર -૨૦૨૪ સુધીમાં કરવામાં આવેલા અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ ઉપસ્થિતોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે સમાવેશ કરવામાં આવેલ રેશનકાર્ડ ધારકો તથા વાજબી ભાવની દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા બાબતે જરૂરી સૂચના આપી હતી.

નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીએ ‘વન નેશન વન રેશન કાર્ડ’ વિશે રાજકોટ જિલ્લામાં થતા અનાજ વિતરણની વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ ‘વન નેશન વન રેશન કાર્ડ’ થકી થતા અનાજ વિતરણની વિગતો, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, સંસદસભ્ય શ્રી રામ ભાઇ મોકરીયા વગેરે એ અનાજ વિતરણ વ્યવસ્થા બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉકત બેઠકમાં સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!