આણંદ – ખંભાતમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય વિજિલન્સ ના દરોડા 7 ઝડપાયા.

આણંદ – ખંભાતમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય વિજિલન્સ ના દરોડા 7 ઝડપાયા.
તાહિર મેમણ -ખંભાતમાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય વિજિલન્સ ના દરોડા 7 ઝડપાયા આણંદ જિલ્લા ના ખંભાતમાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે સોમવારે મોડી રાત્રે છેલ્લાં કેટલાંય સમયથી ધમધમી રહેલા જુગારધામ પર દરોડો પાડીને સાત શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, દસ શખસો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવમાં બાઈક અને રોકડ રકમ, મોબાઈલ મળી કુલ 1.77 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાતના તોરણશા દરગાહની પાછળ ડ્રમનગર મદિના પાર્ક સોસાયટી ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાંક શખસો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસને જોતાવેંત જ કેટલાંક શખસો ભાગી ગયા હતા. પોલીસે કોર્ડન કરીને સાત શખસોને ઝડપી પાડ્યા હતા.
જેમાં પોલીસ તપાસમાં ફરાર સોહિલ ઉર્ફે કાંટા સરફરાઝ સૈયદ તથા મોહસીન ઉર્ફે પાં અલ્લારખાં મલેક, અનુ તથા ઈમ્ની બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું ખૂલ્યું હતું.પોલીસે ઝડપી પાડેલા શખસમાં રાજેશ પૂંજા રાણા, માસુકહુસૈન રજ્જબહુસૈના મોમીન, સુરેશ પશા રાણા, જિતેન્દ્ર વિજય સોલંકી, પીન્ટુ અરવિંદ રાણા, અલ્પેશ બાબુ રાણા, વિષ્ણુ જશવંત મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે તેમને અંગજડતી અને દાવ પરથી મળી કુલ રોકડ, મોબાઈલ તથા બાઈક મળી કુલ રૂપિયા 1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.




