GUJARATJETPURRAJKOT

Rajkot: ગ્રામીણ મહિલાઓમાં મતદાનનું પ્રમાણ વધારવા તંત્રએ જનજાગૃતિના કાર્યક્રમો યોજ્યા

તા.૭/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જનજાગૃતિ કાર્યક્રમોમાં ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલ દ્વારા મતદારને અચૂક મતદાન કરવા અપીલ

Rajkot: લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા ચૂંટણી અધીકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન અંતર્ગત ‘સ્વિપ’ અન્વયે ૭૧- રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ઠ લોધીકા તાલુકાના ચાંદલી ગામ ખાતે સ્ત્રી મતદારોનું ૨૦% કરતા ઓછું મતદાન વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં થયું હતું. જેથી આ વિસ્તારની સ્ત્રી મતદારોને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું તથા મતદારને અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

૬૮ –રાજકોટ (પૂર્વ) વિભાનસભા મત વિસ્તારમાં ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં ૫૦ % કરતા ઓછું મતદાન થયું હતું તેવા જંગલેશ્વર વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી.

૭૧ –રાજકોટ (ગ્રામ્ય) વિભાનસભા મત વિસ્તારમાં રાજકોટ તાલુકાના લોઠડા ગામ ખાતે ભાગ ન. ૧૯૫ તથા ૧૯૬ માં સ્ત્રી મતદારોના મતદાનમાં ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં ૧૦ % કરતા ઓછું મતદાન થયું હતું. આ વિસ્તારની મહિલા મતદારોને જાગૃત કરવા તેમજ તેમની મતદાનમાં ભાગીદારીમાં વધારો થાય તેવા શુભાશય સાથે માટે મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૭૪ જેતપુર (જામકંડોરણા) વિધાનસભા મતદાર વિભાગમાં જશાપર ગામે આવેલ વૈભવ પેટ્રોલીયમ ખાતે મતદાર જાગૃતિ બેનર લગાડીને મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તથા પ્રદિપ ગેસ એજન્સી ખાતે ગેસ સીલીન્ડરો મતદાર જાગૃતિ અંગેના સ્ટીકર લગાડીને મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!