DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા મગરદેવ ગામમાં ભારે વરસાદમાં મકાન તૂટી પડતા નુકશાન

દેડિયાપાડા મગરદેવ ગામમાં ભારે વરસાદમાં મકાન તૂટી પડતા નુકશાન

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 01/09/2025 – નર્મદા જિલ્લામાં હાલ ઘણા દિવસો થી ભારે વરસાદ વરસી રહ્યો છે સરદાર સરોવર નર્મદા અને કરજણ ડેમ માંથી પણ પાણી છોડવામાં આવી રહ્યા છે ત્યારે હાલ માં દેડિયાપાડા ના શિયાલી ગામના બે બાળકો પાણી માં તણાઈ જતા મોત ને ભેટ્યા હતા અને દેડિયાપાડા તાલુકા ના જ મગરદેવ ગામમાં એક વ્યક્તિ નું ભારે વરસાદ ના કારણે ઘર તૂટી પડતા તમામ સામાન નુકશાન થયું હતું. મળતી વિગતો અનુસાર દેડિયાપાડા તાલુકાના મગરદેવ ગામમા ભારે વરસાદ ના કારણે ભરતભાઈ દમણીયાભાઈ વસાવાનું ઘર પડી જતા ઘર માં મૂકેલ બધું અનાજ વરસાદ ના પાણીમાં બગડી ગયું છે. ઘરવખરી ને પણ નુકસાન થયું થતા ભરતભાઈ વસાવા આર્થિક રીતે ભાંગી પડ્યા છે, અને તંત્ર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા તેમને મદદ મળે તેવી આશા સેવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!