BHARUCHBHARUCH CITY / TALUKO

અંકલેશ્વરની પાનોલી GIDCમાં સલ્ફર મિલ કંપનીમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

સમીર પટેલ, ભરૂચ

 

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આજે આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગાઢ ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા, જે દૂરથી પણ દેખાઈ રહ્યા હતા.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. જોકે, કંપનીને મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!