JETPURRAJKOT

Jetpur: NMMS ની પરીક્ષામાં સમગ્ર જેતપુર તાલુકામાં પ્રથમ આવી ઉમરાળી કન્યાશાળાની વિદ્યાર્થીની 

તા.૧૯/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Jetpur: જેતપુર તાલુકાની ઉમરાળી કન્યાશાળાની વિદ્યાર્થીની ડોબરિયા પ્રાંજલ વિપુલભાઈ એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી સ્કોલરશીપ પરીક્ષા NMMS (ધોરણ 08)માં જેતપુર તાલુકામાં સૌથી વધુ 133 માર્કસ સાથે પ્રથમ આવેલ છે. આમ આ ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાની વિદ્યાર્થીનીની પ્રતિભાથી ઉમરાળી કન્યાશાળા સમગ્ર સ્ટાફ તથા તેમના માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે. આ સાથે સીઆરસી ગ્રુપ મેવાસાના ભગતસિંહ ડોડીયા અને સ્પેશિયલ એજ્યુકેટર દિલીપભાઈ ચૌહાણ સહિતનાઓ દ્વારા આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની ડોબરિયા પ્રાંજલ વિપુલભાઈને તથા ઉમરાળી કન્યાશાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!