SPORTS

World Cup 2023 : રોહિત શર્માએ બનાવ્યો મહારેકોર્ડ, ઈન્ટરનેશનલ કરિયરમાં પૂરા કર્યા 18,000 રન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ રહી છે. આ રોહિત શર્માની ભારતીય ટીમના કેપ્ટન તરીકે 100મી મેચ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ રોહિત ભારતીય ઇનિંગને સંભાળી અને ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ મેળવી હતી.
રોહિત શર્માએ તેના વનડે કરિયરની 53મી ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma Complete 18000 Run In International Cricket)એ ઇંગ્લેન્ડ સામે 47 રન બનાવી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 18,000 રન પૂરા કરી લીધા હતા. રોહિત શર્મા પહેલા ભારતના 4 બેટ્સમેનોએ આ કીર્તિમાન પોતાના નામે કર્યું છે. રોહિત 18,000 રન પૂરા કરનાર પાંચમો ભારતીય બેટ્સમેન છે. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી પણ આ લીસ્ટમાં સામેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!