SPORTS

T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક મેચ 9 જૂને રમાશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનાર 2024 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ગ્રુપ Aમાં ભારતનો સામનો પાકિસ્તાન, અમેરિકા, કેનેડા અને આયર્લેન્ડ સામે થશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે.

2024 T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચો રમાશે. વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 9 સ્થળોએ રમાશે, જેમાં ત્રણ અમેરિકન શહેરો ન્યૂયોર્ક સિટી, ડલ્લાસ અને મિયામી વર્લ્ડ કપની મેચોની યજમાની કરશે.

ટીમ ઈન્ડિયા 2024 T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. પાકિસ્તાન સાથે 9 જૂને મેચ રમાશે. આ સિવાય ભારતની 12મી જૂને યુએસએ અને 15મી જૂને કેનેડા સામે મેચ રમાશે.

2024ના T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને ગયાનામાં રમાશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.

લીગ તબક્કાની મેચો – 1લી થી 18મી જૂન સુધી.

સુપર 8 મેચો – 19 થી 24 જૂન.

સેમી-ફાઇનલ મેચો – 26 અને 27 જૂન.

ફાઇનલ મેચ- 29 જૂન.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!