Orange colored jersey : ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના રંગમાં બદલાવને મમતા બેનરજીએ રાજકીય પગલુ ગણાવ્યું

0
480
વાત્સલ્યમ્ સમાચાર

મમતા બેનરજીએ ભાજપના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકાર પર દેશની સૌથી લોકપ્રિય રમતનું ભગવાકરણ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.

મમતા બેનરજીએ કહ્યું, “તે આખા દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમને આપણા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તે વર્લ્ડકપ જીતશે પરંતુ ભાજપ ત્યા પણ ભગવા રંગ લઇને આવ્યું છે અને આપણા ક્રિકેટર હવે ભગવા રંગની જર્સીમાં પ્રેક્ટિસ કરે છે. મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગથી રંગવામાં આવ્યા છે. આ અસ્વીકાર્ય છે.”

મધ્ય કોલકાતાના પોસ્તા બજારમાં જગદ્વાત્રકી પૂજાની શરૂઆતના પ્રસંગે મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે ભાજપે માત્ર ક્રિકેટ ટીમની જર્સીમાં જ નહીં મેટ્રો સ્ટેશનોની પેઇન્ટિંગમાં પણ ભગવો રંગ જોડી દીધો છે. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર પણ કટાક્ષ કર્યો હતો કે તેમણે પોતાની મૂર્તિઓ લગાવડાવી હતી.

ભાજપ પર કટાક્ષ કરતા મમતા બેનરજીએ કહ્યું કે રાષ્ટ્ર દેશની જનતાનો છે, ના કે માત્ર એક પાર્ટીની જનતાનો, તેમની ટિપ્પણી પર ભાજપે પ્રતિક્રિયા આપી છે.

ભાજપના નેતા રાહુલ સિન્હાએ કહ્યું, “કેટલાક દિવસ પછી તે સવાલ કરી શકે છે કે આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ભગવો રંગ કેમ છે, અમે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવાનું યોગ્ય નથી સમજતા.”

મમતા બેનરજીએ કહ્યું, “તમે વસ્તુનું નામ ગુજરાત, ઉત્તર પ્રદેશ કે દક્ષિણ ભારતના સ્વર્ગીય નેતાઓના નામ પર રાખી શકો છો, મને તેનાથી કોઇ સમસ્યા નથી પરંતુ આ શો અંતે કેમ? આવા શો ક્યારેક ક્યારેક ફાયદા આપે છે પરંતુ હંમેશા નથી આપતા. ખુરશી આવે છે અને જતી રહે છે પરંતુ લોકોના દિલોમાં રહેવું જોઇએ.”

મમતા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews