World Cup : ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ

0
482
વાત્સલ્યમ્ સમાચાર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને ફાઈનલ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

બેટ્સમેન – બોલર

શુભમનગિલ 4 રન – ઝમ્પા
રોહિત શર્મા 47 રન – મેક્સવેલ
શ્રેયસ અય્યર 4 રન – કમિન્સ
વિરાટ કોહલી 54 રન – કમિન્સ
રવીન્દ્ર જાડેજા 9 રન – હેઝલવુડ
કેએલ રાહુલ 66 રન – સ્ટાર્ક
મોહમ્મદ શમી 6 રન – સ્ટાર્ક
બુમરાહ 1 રન – ઝમ્પા
સૂર્યકુમાર 18 રન – હેઝલવુડ

નોંધનીય છે કે, બંને ટીમ અગાઉ વર્લ્ડકપ 2003માં ફાઈનલમાં ટકરાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાઈ રહ્યો છે.

IND vs AUS

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews