SPORTS

ભારતે ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં ધૂળ ચટાડી મેચ જીતવા સાથે શ્રેણી પોતાના નામે કરી

ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી

ભારતે ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં ધૂળ ચટાડી મેચ જીતવા સાથે શ્રેણી પોતાના નામે કરી છે. ભારત તરફથી શુભમન ગીલે અણનમ ફિફ્ટી ફટકારી હતી. તો ધ્રૂવ જુરેલે વિનિંગ 2 રન લઈને ભારતને વિજય અપાવ્યો હતો. ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ભારતે 5 વિકેટના નુકસાને બનાવી લીધો છે.

ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 155 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 38 રનની જરૂર છે. ક્રિઝ પર શુભમન ગીલ (33) અને ધ્રૂવ જુરેલ(21) બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ છે.

ભારત તરફથી શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે જોરદાર બેટિંગ કરતા છઠ્ઠી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી. ગિલ 52 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે જુરેલે 39 રનની ઇનિંગ રમી હતી. એક સમયે ભારતની 120 રનના સ્કોરે 5 વિકેટ પડી ગઈ હતી. પરંતુ આ પછી ગિલ અને જુરેલે સાથે મળીને શાનદાર ઇનિંગ રમી અને ટીમને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતીય ટીમ ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે લંચબ્રેક સુધીમાં ભારતે ભારતે 37 ઓવરમાં 3 વિકેટે 118 રન બનાવ્યા હતા. એ પછી રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ (0)માં આઉટ થતાં ભારતની પાંચ વિકેટ પડી હતી. રોહિત શર્મા 55, યશસ્વી જયસ્વાલ 37 રન બનાવીને આઉટ થયા હતા.

ભારતીય ટીમની આ ઘરઆંગણે સતત 17મી સીરિઝ જીત છે. વર્ષ 2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કરી રહી છે. તે પછી રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 38માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચેઝ કરતી વખતે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 84 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટરોએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બંનેએ મળીને 40 રન જોડ્યા હતા. ત્રીજા દિવસ પછી એવું લાગતું હતું કે ભારત આસાનીથી મેચ જીતી જશે, પરંતુ ચોથા દિવસે ઇંગ્લિશ બોલરોએ પોતાની પકડ વધુ મજબૂત કરી અને અડધી ભારતીય ટીમને 120ના સ્કોર પર પેવેલિયન પરત કરી દીધી. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ચાહકોને નિરાશ કર્યા નહીં અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત તરફ દોરી ગયા. ગિલ અને જુરેલે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી કરી હતી.

તમને જણાવી દઈએ કે પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ધ્રુવ જુરેલે પ્રથમ દાવમાં સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 73 રનની ઇનિંગ રમી હતી. અશ્વિન અને કુલદીપે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને ઘણી પરેશાન કરી હતી. અશ્વિને ઈંગ્લેન્ડની પ્રથમ ત્રણ વિકેટ લીધી હતી.

જણાવી દઈએ કે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે 28 રને જીતી હતી. એ પચી વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઈન્ડિયાએ 106 રને જીતી શ્રેણી સરભર કરી હતી. એ પછી ઈન્ડિયાએ લય પકડતાં રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને સૌથી વધુ રનના માર્જિનથી એટલે કે 434 રનથી હાર આપી હતી. આજે ધર્મશાળામાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. સતત ત્રણ ટેસ્ટ મેચ હારીને ઈંગ્લેન્ડે શ્રેણી પણ ભારતના ખાતામાં ધરી દીધી છે.

અશ્વિને એક જ ઓવરમાં બેન ડકેટ અને ઓલી પોપને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી તેણે જો રૂટને પોતાનો શિકાર બનાવ્યો. અંતે, તેણે બેન ફોક્સ અને જેમ્સ એન્ડરસનને એક જ ઓવરમાં આઉટ કરીને આ શ્રેણીમાં પ્રથમ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી. કુલદીપ યાદવે બોલિંગમાં 15 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!