JETPURRAJKOT

Rajkot: પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં “સંસ્કાર સરિતા” બાળસભા ઉજવાઈ

તા.૧૮/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 14 જૂનથી તારીખ 10 જુલાઈ દરમિયાન રાજકોટ માં સત્સંગ લાભ આપી રહ્યા છે. જે ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં “સંસ્કાર એ જ સંપત્તિ” ના મુખ્યવર્તી વિચારને આધારિત સંસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વહેલી સવારથી જ ભક્તો ગુરૂહરિના દર્શન કરવા માટે પ્રમુખસ્વામી સભાગૃહમાં એકત્રિત થયા હતા. ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની દૈનિક પૂજા દરમ્યાન બાળકોએ પ્રસ્થાનત્રયી આધારિત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ગાન કર્યું હતું. મહંત સ્વામી દ્વારા લિખિત સંત્સંગ દીક્ષાના શ્લોકનો મુખપાઠ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, વગેરે ભારતીય ભાષાઓ ઉપરાંત વૈશ્વિક અંગ્રેજી, સ્પેનિશ, આફ્રિકાની સ્વાહિલી ભાષાઓમાં રજૂ કર્યો હતો. બાળકોએ સંસ્કૃતમાં લખાયેલ સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકાઓનો મુખપાઠ રજુ કર્યો હતો. વિવિધ પ્રાર્થના અને કીર્તનોની પ્રસ્તુતિ પણ બાળકો દ્વારા જ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા સૌના દુઃખો દૂર થાય તેવી પ્રાર્થના અને તે માટે ધૂન ગાન પણ કરાવવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના લેખક પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ પ્રેરક કથામૃતનો લાભ આપ્યો હતો, જેમાં બાળકોમાં સંસ્કાર સિંચન માટે ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુ પરંપરાના બાળકો સાથેના પ્રસંગો દ્વારા બાળ કેળવણીની રીત સમજાવી હતી.

પૂ.આદર્શજીવન સ્વામીના પ્રવચનની મુખ્ય વાતો

“ જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતત્તી બને ગુમાવવાનો વારો આવશે.” – પ્રમુખ સ્વામી મહારાજના આ સંદેશ અનુસાર વારસામાં સંપત્તિ આપવા કરતા વારસામાં સંસ્કારો આપવા વધુ અગત્યના છે.

સંસ્કારો આપવા માટે વાલી એ સંતાનો સાથે વિશ્વાસનો નાતો કેળવવો જોઈએ. તો જ તેઓ વાલીનું કહ્યું માનશે. If you don’t believe the messenger, you won’t believe message.

બાળક પ્રત્યે વાલીઓનું વલણ બદલાય તો વાણી,વર્તન અને ઘડતર બદલાય. બાળકો નાના છે પરંતુ બાળ સંસ્કાર ની પ્રવૃત્તિ નાની નથી. તેની અગત્યતા સમજાય તો વલણ બદલાય.

Time is money ની જેમ child is money માનીને બાળકોને સમય આપવો. શાસ્ત્રવચનો, પ્રેરણાત્મક પ્રસંગો દ્વારા તેમનું ઘડતર કરવું.

પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે સાંજે “સંસ્કાર સરિતા” બાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત બાળકો દ્વારા ધૂન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પારાયણ પૂજન વિધિ બાદ વિવેકસાગર સ્વામી દ્વારા એક નિશાન અક્ષરધામ વિષય આધારિત કથાવાર્તા કરવામાં આવી હતી.

પૂ. વિવેકસાગર સ્વામીની કથાની મૂખ્ય વાતો

૧.ભગવાન સુખ આપે ત્યારે સુખ આપનાર ભગવાન ને જ ભૂલી જવાય છે. સુખમાં રચ્યા પચ્યા રહેવાનું ટાળી મોક્ષના ધ્યેય પર દૃષ્ટિ રાખવી. કથા, દર્શન, ભજન ને ઠેલવું નહીં.

૨.પ્રખર રાજનેતા અને બે વખત દેશના કાર્યકારી વડાપ્રધાન અને ગૃહ મંત્રી રહેલા ગુલઝારી લાલ નંદાને શાસ્ત્રીજી મહારાજે નિયમો આપેલા તે અનુસાર તેઓ દરરોજ પૂજા, વચનામૃત વાંચન તેમજ ચેષ્ટાગાન, માળા વગેરે ભક્તિ સંબંધી ક્રિયાઓ ક્યારેય ન ચૂકતા. વાંચન ન થાય ત્યાં સુધી બપોરનું ભોજન જમતા નહીં. સુખમાં ભગવાન ના ભૂલાય તેનું તેઓ ઉદાહરણ હતાં.

૩. દુઃખમાં પડી જાય તો કાયર ભક્ત કહેવાય. દુઃખમાંથી સુખ મળે છે. કસોટી સોનાની થાય તેમ ભક્તોને દુઃખ આવે જ. અભક્ત દુઃખ રોઈને ભોગવે, જ્યારે ભક્ત દુઃખ સુખથી ભોગવે. સમજણ રાખે કે પ્રભુ જે કરે તે મારા સારા માટે જ છે.

૪. દુઃખના સમયે ધીરજ રાખવી. ‘ધીરજ સમ નહિ ધન રે સંતો’. આવા સમયે ભક્તિ મૂકવી નહીં. તુકારામ, સંત એકનાથ, મીરાંબાઈ, દાદાખાચર વગેરે ભક્તો અનેક દુઃખોમાં ભગવાનના અલૌકિક સુખે સુખી રહ્યાં. ગુરુપરંપરાના સમયમાં અત્યાર સુધીના ભક્તોના પ્રસંગોમાં આ સમજણ અને ધીરજ જોવા મળે છે.

૫.શરીરમાં રોગ આવે તો જાણે મોટા સંતના સમાગમમાં રહેતા હોઈએ તેમ સ્વાદ ટળે, ભગવાનનું સ્મરણ થાય. એવી સમજણ રાખવી. રોગ થી કંટાળીને દોરા,ધાગા,વહેમ, ફૂંક વગેરેમાં જાય તો મોક્ષનું ધ્યેય ચૂકી જવાય.

સભામાં મહંત સ્વામી મહારાજના આગમનને બાળકોએ ધમાકેદાર અને ઉર્જાસભર નૃત્યથી વધાવ્યું હતું તેમજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અત્યંત લોકપ્રિય બનેલી ધ વિલેજ ઓફ બૂઝો, જંગલ ઓફ શેરું અને સી ઓફ સુવર્ણા પ્રસ્તુતિઓ આધારિત નૃત્ય રજૂ કર્યું હતું. બાળકોએ ગુરૂહરિ ની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક સંવાદ રજૂ કર્યો હતો. બાળપણથી શિક્ષણ અને અન્ય સ્કીલ સાથે સંસ્કારદાયક બાલસભામાં અને મંદિરે જવા સંદેશ આપ્યો હતો.

મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે બાળકોને સંસ્કારી બનાવવા માટે વાલીઓએ રવિસભા ક્યા ચાલે છે તે શોધીને ત્યાં બાળકોને અવશ્ય મોકલવા. રહેતા હોવ ત્યાં સભા ન થતી હોય તો ઘરસભા કરવી. ઘરમાં શાસ્ત્રપઠન, કરતાં વગેરે કરવું. એમાં સહજ રીતે સંસ્કારો પુરાય છે. બાળ ઘડતરમાં થાકી જવાય તો બાળકો ભવિષ્યના નેતા છે તેમ સમજી તેમનામાં શ્રદ્ધા રાખવી અને વલણ બદલવું. બાળકોએ પણ બળસભામાં જતા રોકતા મિત્રોને સમજાવવા અને નમતું ન મૂકવું. અવશ્ય જવું. માતા પિતાએ બાળકને પ્રેમથી સમજાવીને બાલસભામાં મોકલવા. વાલીઓ સમજાવ્યા વગર પ્રેશર કરશો તો ચોરી છૂપીથી બાળક અન્ય રસ્તે જશે. સમજાવટથી જ લાંબુ ટકશે.

બાલિકાઓએ ભાવપૂર્વક બનાવેલ હાર તેમજ ચાદર સંતોએ મહંતસ્વામી મહારાજને અર્પણ કર્યા હતા. મહંતસ્વામી મહારાજે બાળકોને પસંદ એવી ચોકલેટ્સ પ્રસાદીની કરી આપી હતી. મહિલાઓ દ્વારા તૈયાર કરેલ માળાનો હાર સ્વામીશ્રીને ધારણ કરાવવામાં આવ્યો હતો. શહેરની વિવિધ પ્રતિષ્ઠિત સ્કૂલના ટ્રસ્ટીઓ પણ આજે મહંતસ્વામી મહારાજનાં દૃષ્ટિ આશીર્વાદ મેળવી લાભાન્વીત થયા હતા. સંધ્યા આરતી બાદ બાળકોના નૃત્ય દ્વારા સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button