તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા એર કંડીશનર સુવિધાયુક્ત મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સંચાલિત છે. જેમાં સરકારના ધારાધોરણ મુજબ ફીનું નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ ઇન્ડોર ગેમ્સ બેડમિન્ટન, ટેબલ-ટેનિસ અને મલ્ટીપર્પઝ જીમની ૧ મહિનાની ફી ૧૨૫૦ રૂ. અને ૩ મહિનાની ફી ૩૩૮૦ રૂ. છે. જયારે આઉટડોર ગેમ્સની ૧ મહિનાની ફી ૩૫૦ રૂ. અને ૩ મહિનાની ફી ૯૫૦ રૂ. છે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.