Rajkot: રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયત માટે ચૂંટણી અધિકારી (RO), મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) નિયુક્ત

તા.૨૩/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના સુચારુ સંચાલન માટે વોર્ડ અને મતદાર મંડળ દીઠ ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરમાં વોર્ડ નં. ૧-૨-૩માં આર.ઓ. તરીકે શ્રી એચ.કે. આચાર્ય (નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી) તથા એ.આર.ઓ. તરીકે શ્રી નીલેશ પી. અજમેરા (મામલતદાર, રાજકોટ પૂર્વ), વોર્ડ ૪-૫-૬માં આર.ઓ. શ્રી શ્રી પી. એચ. ગલ્ચર (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) તથા એ.આર.ઓ. શ્રી રાજેન્દ્રકુમાર કે. સરવૈયા (મામલતદાર, રાજકોટ દક્ષિણ), વોર્ડ ૭-૮-૯માં આર.ઓ. શ્રી એ. એસ. ઝાપડા (જિલ્લા પુરવઠા અધિકારી), એ.આર.ઓ. શ્રી અતુલ આર. દેવાંગડા (સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૨), વોર્ડ ૧૦-૧૧-૧૨માં આર.ઓ. શ્રી જે. કે. જોગરાણા (નાયબ નિયામક, જમીન દફતર) તથા એ.આર.ઓ. શ્રી ભુવા (સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૩), વોર્ડ ૧૩-૧૪-૧૫માં આર.ઓ. ડૉ. ચાંદની પરમાર (પ્રાંત અધિકારી, રાજકોટ-૧) તથા એ.આર.ઓ. શ્રી એન. પી. પંડયા (સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ-૧), વોર્ડ ૧૬-૧૭-૧૮માં આર.ઓ. શ્રી સિધ્ધાર્થ ગઢવી (નાયબ કલેક્ટર, રૂડા) તથા એ.આર.ઓ. મામલતદાર (પશ્ચિમ), રાજકોટ નિયુક્ત કરાયા છે.
ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર ૧થી ૬માં આર.ઓ. શ્રી રાહુલ ગમારા (પ્રાંત અધિકારી, ગોંડલ) જ્યારે એ.આર.ઓ. સુ.શ્રી એન. કે. સોલંકી (સહાયક રાજ્યવેરા કમિશનર), તથા વોર્ડ ૭થી ૧૧માં શ્રી જે. એન. ગોસ્વામી (નાયબ જિલ્લા વિકાસ અધિકારી) તથા એ.આ.ઓ. શ્રી ડી. ડી. ભટ્ટ (મામલતદાર, ગોંડલ શહેર) નિયુક્ત કરાયા છે.
જિલ્લા પંચાયતમાં રાજકોટ જિલ્લાના મતદાર મંડળો જેવા કે આણંદપર, બેડલા, કુવાડવા, બેડી, કસ્તુરબાધામ, સરધાર માટે આર.ઓ. શ્રી સુશીલ પરમાર (જિલ્લા પુરવઠા અધિકારી) જ્યારે ગોંડલ તાલુકાના મતદાર મંડળો કોલીથડ, મોવીયા, શિવરાજગઢ, ચરખડી, દેરડી માટે આર.ઓ. શ્રી બ્રીજેશ આર. સોજીત્રા (નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ), જેતપુર તાલુકાના મંડળો થાણાગાલોલ, વીરપુર, બોરડી, પેઢલા માટે આર.ઓ. સુશ્રી એમ.જે. સોમપુરા (નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી), ધોરાજીના સુપેડી, મોટી મારડ મંડળો તથા જામકંડોરણાના જામકંડોરણા તથા દડવી માટે આર.ઓ. શ્રી એન.એમ. તરખલા (પ્રાંત અધિકારી, ધોરાજી), ઉપલેટાના કોલકી, મોટી પાનેલી, ડુમીયાણી મંડળો માટે આર.ઓ. શ્રી જનકસિંહ ગોહીલ (જિલ્લા મહિલા અને બાળ અધિકારી),જસદણના આટકોટ, સાણથલી, શિવરાજપુર, ભાડલા, કમળાપુર માટે આર.ઓ. શ્રી રાહુલકુમાર ખાંભરા (પ્રાંત અધિકારી, જસદણ), વિંછીયાના પીપરડી, વિંછીયા, ભડલી માટે આર.ઓ. શ્રી એન.આર. ટોપરાણી (જિલ્લા આયોજન અધિકારી), લોધિકાના લોધિકા, પારડી, કોટડા સાંગાણીના વેરાવળ, કોટડા સાંગાણી તેમજ પડધરીના પડધરી તથા સરપદડ માટે આર.ઓ. તરીકે શ્રી વિમલ ચક્રવર્તી (પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્ય) નિયુક્ત કરાયા છે.
જિલ્લામાં તાલુકા પંચાયતોની ચૂંટણી માટે પડધરી તાલુકા પંચાયત માટે આર.ઓ. શ્રી કે.જી. સખીયા (મામલતદાર) અને શ્રી ડી.એલ. આદ્રોજા (ટીડીઓ), જેતપુર તા.પં. માટે આર.ઓ. શ્રી એ.ડી. બાખલકીયા (મામલતદાર) અને શ્રી પી.એસ. ડાંગર (ટીડીઓ), લોધીકા તા.પં. માટે આર.ઓ. શ્રી પી. એ. છાટબાર (મામલતદાર) અને શ્રી જે. આર. બોરીચા (ટીડીઓ), કોટડાસાંગાણી તા.પં. માટે આર.ઓ. શ્રી એમ. એચ. રાવલ (મામલતદાર) અને શ્રી જી.કે. ઝાલા (ટીડીઓ), ગોંડલ તા.પં. માટે આર.ઓ. શ્રી આર.બી. ડોડીયા (મામલતદાર) તથા શ્રી એસ.પી. ડાંગર, જસદણ તા. પં.માટે આર.ઓ. શ્રી એમ.કે. બલીયા (મામલતદાર) અને શ્રી હિતેષ આર. વાઘેલા (ટીડીઓ), વિંછીયા તા.પં. માટે આર.ઓ. શ્રી યુ.વી. કાનાણી (મામલતદાર) તથા શ્રી બી.જે. દવે (ટીડીઓ), ઉપલેટા તા.પં. માટે આર.ઓ. શ્રી એન.એચ. મહેતા (મામલતદાર) તથા શ્રી આર.એમ. ત્રિવેદી (ટીડીઓ), ધોરાજી તા.પં. માટે આર.ઓ. શ્રી એચ.એન. ગોહિલ (ટીડીઓ) તથા શ્રી એચ.ડી. બારોટ (મામલતદાર), જામકંડોરણા તા.પં. માટે આર.ઓ. શ્રી બી.પી. કતકપરા (મામલતદાર) તથા શ્રી જી.ડી. વામજા (ટીડીઓ), રાજકોટ તા.પં. માટે આર.ઓ. શ્રી કિર્તીકુમાર મકવાણા (મામલતદાર) તથા શ્રી વનરાજસિંહ ચૌહાણ (ટીડીઓ) નિયુક્ત કરવામાં આવ્યા છે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*




