RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલમાં ધો. ૯માં પ્રવેશપ્રક્રિયાનો પ્રારંભ

તા.૧૫/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ન્યૂ ભગવતીપરા વિસ્તારમાં સ્માર્ટ ક્લાસરૂમ, સાયન્સ લેબ અને ૧૪૦ CCTV કેમેરાથી સજ્જ શાળા

Rajkot: રાજકોટ શહેરમાં ન્યૂ ભગવતીપરા વિસ્તાર, નવીન ટાવરની પાછળ આવેલી અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલમાં ધોરણ-૯ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી શાળાઓ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ શાળામાં તદ્દન મફત અથવા રાહત દરે ઉપલબ્ધ થશે.

આ શાળામાં ૪૦ જેટલા વિશાળ, હવા-ઉજાસવાળા અને સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડોમાં ડિજિટલ એજ્યુકેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસમાં ૧૪૦થી વધુ હાઈ-ડેફિનેશન CCTV કેમેરા અને સુસજ્જ ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રાયોગિક શિક્ષણ માટે અહીં અદ્યતન સાયન્સ લેબોરેટરી અને ટેકનોલોજીના જ્ઞાન માટે ICT (કોમ્પ્યુટર) લેબની સુવિધા ઉપલબ્ધ છે. રમત-ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કરતું વિશાળ મેદાન પણ આ સંકુલ ધરાવે છે. આ ઉપરાંત, કેન્ટીન, કાઉન્સેલિંગ રૂમ, મીટિંગ હોલ અને વિશાળ પાર્કિંગ જેવી વિદ્યાર્થીલક્ષી સેવાઓ પણ વિકસાવવામાં આવી છે. શહેરના મુખ્ય ભાગો સાથે જોડાણ માટે સિટી બસની સીધી સુવિધા (રૂટ નં. ૪૩/૮૬) પ્રાપ્ય છે.

અહીં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ સહાય અને નિયમ મુજબની તમામ સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) જેવી સરકારી યોજનાઓનો લાભ પણ મળવાપાત્ર રહેશે.

શાળામાં મર્યાદિત બેઠકો હોવાથી “વહેલા તે પહેલા” ના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે. વધુ માહિતી માટે શ્રી અલ્પેશભાઈ કપુપરા, ફોન નંબર: ૯૯૭૮૩ ૯૦૬૦૦ ઉપર સંપર્ક સાધી શકાશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!