RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં “તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ૨૬મીએ યોજાશે

તા.૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬મી મે ને મંગળવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાશે.

તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારશ્રીઓએ સંબંધકર્તા મામલતદારશ્રીને તા.૧૦મી મે સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં ચાલતા કેસો, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહીં તેમજ પ્રથમ વખત અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરી શકાશે નહીં. અરજદાર એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!