BANASKANTHALAKHANI

લાખણી તાલુકાના ભાકડીયાલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

સરકાર દ્વારા દિકરીઓના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે દીકરીઓ શિક્ષક થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે એવો જ એક પ્રયાસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ઉજવાય છે ત્યારે આજ રોજ લાખણી નાં ભાકડીયાલ પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી શ્રી શામજીભાઈ પટેલ તથા જીતેન્દ્રભાઈ પઢીયાર તથા શાળા નાં શિક્ષકો તથા વાલીઓ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલ મુખ્ય મહેમાન ને સ્વાગત ભેટ તથા શાળાની બાળાઓ દ્વારા સુસ્વાગતમ સાથે કાર્યકમ શરૂ કરવામાં આવેલ બાદમાં શાળા ની દિકરીઓ એ સ્વાગત ગીત તથા ધોરણ 1 પ્રવેશ કરનાર બાળકો ને કીટ આપવામાં આવેલ તેમજ ધોરણ 3 થી 8 નાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી કીટ આપવામાં આવી હતી સાથે-સાથે છોડમાં રણછોડ ને સાર્થક કરવા તાલુકા વિકાસ અધિકારીશ્રી શામજીભાઈ પટેલ નાં હસ્તે શાળા નાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી શામજીભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી આચાર્ય શ્રી નાગજીભાઈ પટેલ તથા જીતેન્દ્રભાઈ પઢીયાર, રમણભાઈ ચૌધરી સહિત શિક્ષણ સ્ટાફ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો,

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!