Rajkot: સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયમાં શ્રમદાન
તા.૨૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકો સ્વચ્છાગ્રાહી બને તે માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ગત તા. ૧૭ થી સ્વચ્છતા હી સેવા અભિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વાર ચાલતી ઇન સ્કૂલ યોજના હેઠળની શ્રી સરસ્વતી પ્રાથમિક વિધાલયમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રાના અધ્યક્ષસ્થાને સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.
સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ઇન સ્કૂલ યોજનાનો લાભ લેતા ખેલાડીઓ તેમજ શાળાના આચાર્ય શ્રી કનુબેન ઠુંમર, શાળાના સ્ટાફ તેમજ સફાઈ કર્મચારી સહભાગી બની શંકુલની સાફ-સફાઈ હાથ ધરેલ હતી. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ આ તકે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્વછતાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યાં હતાં.