JETPURRAJKOT

Upleta: રાજકોટના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી

તા.૨૧/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આજે ઉપલેટા ખાતે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અહીંની મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજારથી વધુ લોકો જોડાયા હતા અને યોગમય બન્યા હતા. રાજ્ય યોગબોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા.

આ તકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારતની ગૌરવશાળી પરંપરા યોગવિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયો, તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરુ થયું તે ગૌરવની વાત છે. આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે.

જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમના તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદશ્રીએ બિરદાવ્યું હતું. આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગવિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. તેને વિશ્વસ્તરે પહોચાડવા વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવા યુ.એન.માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારથી દર વર્ષે ૨૧મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, આ સાથે ખેલ મહાકુંભમાં પણ યોગને આવરી લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪ની યોગ દિવસની થીમ “સ્વયં, સમાજ માટે યોગ” નક્કી કરવામાં આવી છે અને ગામથી લઈને મહાનગરો સુધી યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે યોગને રોજિંદા જીવનમાં અપનાવવાની અપીલ પણ તેમણે કરી હતી.

ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાએ સંબોધનમાં કહ્યું હતું કે, આધુનિક જીવનશૈલીના કારણે આજે લોકો શારીરિક, માનસિક, સામાજિક સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, બાળકો યુવાનોમાં મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગથી તનાવ વધ્યો છે, ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય છે. યોગ એ શરીર, મન અને આત્માને જોડવાની અનોખી પ્રાચીન પદ્ધતિ છે. હજજારો વર્ષ પહેલાં ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં યોગના જ્ઞાનને રજૂ કર્યું છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરવા પર તેમણે ભાર મુક્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદબોધનનું અહીં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા પોલીસવડા શ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી, ઉપલેટા પ્રાંત અધિકારી શ્રી જે. એન. લીખિયા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજા ,જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,

 

ઉપલેટા મામલતદાર શ્રી એમ.ટી.ધનવાણી, અગ્રણી શ્રી અલ્પેશ ઢોલરિયા તથા રવિ માંકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button