HALOLPANCHMAHAL

પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગજાપૂરા અને જાલીયાકુવા પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર નાં હસ્તે કરાયું.

તા.૨૬.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ વડોદરા રોડ પર આવેલ કેબલ બનાવતી પોલીકેબ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન હાલોલ દ્રારા તેમની કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત હાલોલ,ઘોઘમ્બા તેમજ જાંબુઘોડા તાલુકા ના વિસ્તારોમાં આરોગ્ય,શિક્ષણ,પર્યાવરણ, ખેતીવાડી,પશુ સારવાર તેમજ સ્કીલ ડેવેલોપમેન્ટ જેવી સમાજ ના વિકાસ ને લગતી વિવિધ પ્રવૃત્તિ ઓ કરવામાં આવે છે.જે અંતર્ગત હાલોલ તાલુકા ની ગજાપુરા અને જાલીયાકુવા પ્રાથમિક શાળા નું હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે ૪૬ લાખ રૂ.નાં ખર્ચે નવ નિર્મિત બનેલ શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં આ બન્ને શાળામાં ૪૬ લાખના ખર્ચે નવ નિર્મિત ચાર ઓરડા બનાવવામાં આવ્યા છે.જેને લઇ શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.આ પ્રસંગે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન માંથી સી.એસ. આર ના સિનિયર જનરલ મેનેજર નીરજ કુંદનાની,નિખિલ બેદારકર, ડૉ.હેતલ રાવલ,અર્પિત, શુકલા,ધર્મેન્દ્ર ચાવડા અને તેમની ટીમ તેમજ હાલોલ તાલુકા પંચાયત નાં પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા,હાલોલ ભાજપા તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર અને શાળાના શિક્ષકો, આચાર્યો,વિધાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!