TANKARA:ટંકારા નગરપાલિકા જાહેર થતાજ નગરજનોને સંપુર્ણ સુવિધા મળે તે માટે કરોડોની ગ્રાન્ટ મંજુર કરાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

TANKARA:ટંકારા નગરપાલિકા જાહેર થતાજ નગરજનોને સંપુર્ણ સુવિધા મળે તે માટે કરોડોની ગ્રાન્ટ મંજુર કરાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
૬૬ ટંકારા-પડધરી ના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પ્રયત્નો દ્વારા ટંકારાને મળેલી નગરપાલિકામાં નગરજનોને સંપૂર્ણ સુવિધા મળે તે અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ટંકારામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા માટે પે એન્ડ યુઝ ટોઇલેટ માટે રૂપિયા ૧.૭૦ કરોડ તેમજ વ્યક્તિગત સૌચાલય માટે અંદાજિત ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે
ટંકારા નગરપાલિકા દ્વારા નગરજનોને શુદ્ધ અને સ્વચ્છ ફિલ્ટર પાણી મળી રહે તે માટે પાણીની ટાંકી ફિલ્ટર પ્લાન્ટ તેમજ નગર સ્વચ્છ બને તે માટે ભૂગર્ભ ગટર યોજના, સોસાયટીઓ ના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અંગે ની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા GUDM અને પ્રદેશિક કમિશ્નર રાજકોટ દ્વારા કરવામાં આવેલ દરખાસ્તથી DPR બનાવવા તેમજ નિમણૂક કરવામાં આવેલ છે. જે આગામી ૯૦ દિવસમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂર થતાં ટંકારા નગરપાલિકા ના વહીવટદારશ્રી અને ચીફ ઓફિસર દ્વારા ટંકારા ના પ્રાણ સમા પ્રશ્નો અને ટંકારા વિકાસના કર્યો શરૂ થશે. આ તકે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.









