ધાંગધ્રાના રામદેવપુર ગામે PGVCL ની ટીમને આપી ધમકી, ફરજમાં રૂકાવટની બે સામે ફરીયાદ નોંધાઈ
ચેકિંગમાં ગયેલી ટીમના જુનિયર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી

તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ચેકિંગમાં ગયેલી ટીમના જુનિયર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વીજલોસ 25 ટકાને બહાર પહોંચી ગયો છે તેને ઘટાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર પોલીસ વિભાગ અને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જોકે પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો ન થાય અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે એસઆરપી અને સ્થાનિક પોલીસની ટીમો પણ તેમની સાથે આપવામાં આવી રહી છે તે છતાં પણ ચેકિંગમાં જતી ટીમો સુરક્ષિત ન હોવાનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામે પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલના તબક્કામાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની મેગા ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે લીંબડી ખાતે જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા પ્રિન્સકુમાર યાદવને ધાંગધ્રા સબ ડિવિઝન સોંપવામાં આવ્યું હતું અને ધાંગધ્રાનું રામદેવપુર ગામ છે ત્યાં ગામમાં ચેકિંગ માટે જુનિયર એન્જિનિયર પહોંચ્યા હતા ત્યારે ગામના નાગરભાઈ કાળુભાઈ કોપણીયા અને જીગ્નેશ નાગરભાઈ કોપણીયા આ બંને ઇસમોના ઘરે પણ ચેકિંગ માટે ગયા હતા પરંતુ ત્યાં વાદ વિવાદ કરી અને ધક્કા મૂકી કરી અને મકાનમાંથી પીજીવીસીએલ વિભાગની ટીમને બહાર કાઢવામાં આવી હતી વીજ ચેકિંગની કામગીરી કરવા જતા કર્મચારીઓ ઉપર બંને ઇસમો દ્વારા ગાળો બોલી અને ધમકી આપવામાં આવી હતી અને હવે જો ચેકિંગમાં આવ્યા તો જાનથી મારી નાખવામાં આવશે તે પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે આ સંદર્ભે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ વિભાગને સોંપવામાં આવી છે.




