પાટડીનાં માલણપુર ગામે પાણીના નિકાલ અને વીજળી બાબતે ગ્રામજનોની પ્રાંત કલેકટરને રજૂઆત
ગ્રામજનો દ્વારા વાયરમેન અને વિજ કચેરીએ અનેકો રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન

તા.31/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગ્રામજનો દ્વારા વાયરમેન અને વિજ કચેરીએ અનેકો રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના માલણપુરમા તળાવનું પાણી નિકાલ ન થવાથી પાછું પડતા 1,000 વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ છે અને ગામમાં વરસાદ વચ્ચે વિજ પુરવઠો અનિયમિત થવાથી ઉંમર લાયક બિમાર લોકો અને નાના બાળકોની હાલત કફોડી બની છે આથી માલણપુર ગામે પાણીના નિકાલ અને વિજ પુરવઠાની અનિયમિતા મામલે લાલઘુમ બન્યા છે અને આ વિકટ પ્રશ્નનો તાકીદે નિવેડો લાવવાની રજૂઆત સાથે પાટડી પ્રાંત કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું પાટડી તાલુકાના માલણપુર ગામે પાણીનો નિકાલ માલણપુર તળાવમાંથી માલણપુર સ્ટેશન માંડલ-વિરમગામ હાઈવે પર તથા સ્ટેશનથી હાઈવે પર બંને બાજુઓની ગટરોમાંથી માંડલમાંથી પસાર થતાં વોકળામાં થાય છે પરંતુ છેલ્લા બે ચાર વર્ષથી માંડલ વિરમગામ હાઈવે બનતા પાણીનો નિકાલ બંધ થયો છે બે ત્રણ દિવસથી વરસાદ બંધ હોવા છતાં પાણીનો નિકાલ ન થવાથી માલણપુર ગામના તળાવનુ પાણી પાછું પડી માલણપુર ગામની 900થી 1000 વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ થવાથી ઉભા પાકમાં વ્યાપક નુકશાન થયું છે આથી માંડલ વિરમગામ હાઈવેની બંને સાઈડની ગટરો સાફ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે માલણપુર ગ્રામજનો દ્વારા પાટડી પ્રાંત કલેકટર જયંતસિંહ રાઠોડ, મામલતદાર અને ધારાસભ્ય પી.કે.પરમારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં મુકેશભાઈ બુટીયા સહિતના ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે માલણપુર ગામના ખેડૂતોની ખેતી લાયક જમીન માંડલ તાલુકાના નવાગામ અને પાટડી તાલુકાના વઘાડા ગામના સીમાડે આવેલી છે જ્યાં વર્ષોથી નાના ઉભડા અને નવાગામના પાણીનો નિકાલ વઘાડાનું નેળીયુ આવેલું છે પરંતુ માંડલ વિરમગામ હાઈવે પર વઘાડાથી માલણપુર આવતા વચ્ચે ખારાઘોડા મેઈન કેનાલ આવતા નાના ઉભડા અને નવાગામનુ પાણી કેનાલની સાઈડમાં આવેલી ગટરમાં થઇ વઘાડા સાઈડ આવતી આશરે 500 વીઘા જમીનમાં પાણી ભરાય છે અને ખેતીમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થવાથી તંત્ર દ્વારા વર્ષો જૂની પાણી નિકાલની વ્યવસ્થા ફરી કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી જ્યારે વધુમાં મુકેશભાઈ બુટીયાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, માલણપુર ગામમાં પીજીવીસીએલ દ્વારા વિજ પુરવઠો અનિયમિત આપવાની સાથે રોજ રાત્રે લાઈટ જતી રહેતી હોવાથી ઉંમર લાયક બિમાર લોકો અને નાના બાળકોની હાલત ખુબ જ કફોડી બની જાય છે આ બાબતે ગ્રામજનો દ્વારા વાયરમેન અને વિજ કચેરીએ અનેકો રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપે છે.



