રણબુડા (બોરીમાલ) ગામે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો : રોડ અકસ્માતોમાં વધારો થતા પોલીસ અને ગ્રામજનો દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5882;
AI_Scene: (-1, -1);
aec_lux: 29.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 37;
વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા તાલુકાના રણબુડા (બોરીમાલ) ગામે પોલીસ અને ગ્રામજનોના સહયોગથી ટ્રાફિક અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ વિસ્તારમાં રોડ અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ગ્રામજનો અને યુવાનોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. લટા દ્વારા ગ્રામજનોને ટ્રાફિકના નિયમો, હેલ્મેટ પહેરવાની આવશ્યકતા તેમજ વાહન ચલાવતી વખતે જરૂરી દસ્તાવેજો રાખવાના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સુરક્ષિત વાહન વ્યવહાર માટે નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ અવરનેસ કાર્યક્રમમાં PSI જે.એમ. લટા, સાગબારા પોલીસ સ્ટાફ, અમિયાર ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ આત્મારામ વસાવા, જાગૃત યુવા હરેશ વસાવા, દિનેશ વસાવા સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.



