GUJARATIDARSABARKANTHA

ઈડર–ખેડબ્રહ્મા–અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સીમેન્ટિંગ મટીરીયલ દ્વારા ત્વરિત પેચવર્કની કામગીરી પૂર્ણ કરાઇ

ઈડર–ખેડબ્રહ્મા–અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સીમેન્ટિંગ મટીરીયલ દ્વારા ત્વરિત પેચવર્કની કામગીરી પૂર્ણ કરાઇ
***
યાત્રાધામ અંબાજી જતો મહત્વનો માર્ગ વધુ સુરક્ષિત બન્યો; વાહનવ્યવહાર બન્યો સુગમ
**
ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ઈડર–ખેડબ્રહ્મા–અંબાજી રોડ પર પડેલા ખાડાઓની ગંભીરતાને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા ત્વરિત અને અસરકારક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોની સુરક્ષા તેમજ સુગમ વાહનવ્યવહાર માટે માર્ગ પર ખાસ સીમેન્ટિંગ મટીરીયલનો ઉપયોગ કરીને પેચવર્ક રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ઈડર, ખેડબ્રહ્મા અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતો આ રોડ વિસ્તાર અત્યંત મહત્વપૂર્ણ અને ધમધમતો માર્ગ છે. વરસાદી હવામાન વચ્ચે પણ આ રોડ પરથી પસાર થતાં દૈનિક વાહનચાલકો અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે આ સમારકામ હાથ ધર્યું હતું. સીમેન્ટિંગ મટીરીયલથી કરવામાં આવેલું આ પેચવર્ક ટકાઉ અને મજબૂત હોય છે, જેથી માર્ગ વધુ સુરક્ષિત બન્યો છે.
પ્રજાજનોની સુરક્ષા, માર્ગોની યોગ્ય જાળવણી અને અકસ્માતમુક્ત પ્રવાસ વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વરસાદી ઋતુમાં જિલ્લાના તમામ મુખ્ય માર્ગો સુરક્ષિત રહે તે માટે વિભાગ સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!