
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રા યોજાઈ
ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રભાવના, દેશભક્તિ તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવાના હેતુથી સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે તા. 13/08/2026ના રોજ રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમનું આયોજન હર ઘર તિરંગા કાર્યક્રમના કોઓર્ડીનેટર ડો. સાગરભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. આર.એમ. ચોચાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.તિરંગા યાત્રાનો પ્રારંભ સરકારી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો ધારણ કરીને દેશભક્તિના ઉલ્લાસ સાથે યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા કોલેજ ખાતેથી વાસણા ગામ સુધી યોજવામાં આવી હતી.
યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન તથા દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો.સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ, શિસ્તબદ્ધ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તિરંગા યાત્રામાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી કાર્યક્રમને વિશેષ સફળતા મળી હતી.




