GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમા GJ 03 NP સીરીઝનું રી-ઓક્શન શરૂ કરાશે

તા.૨૬/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મોટર વાહન માલિકોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમા મોટરકાર પ્રકારના વાહનોને લગતી GJ 03 NP સીરીઝનું રી-ઓક્શન તા.૦૨ ઓગસ્ટથી શરૂ થનાર હોઈ GJ 03 NP સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રૅશન કરી online http:/parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.

મોટર કારની સીરિઝ GJ-03-NP સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન રી-ઓકશન થશે.

રી-ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.૦૨ ઓગસ્ટ સાંજે ૦૪:૦૦ કલાક થી તા.૦૫ ઓગસ્ટ સાંજે ૦૪.૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.૦૫ ઓગસ્ટ સાંજે ૦૪:૦૧ કલાક થી તા.૦૭ ઓગસ્ટના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૦૭ ઓગસ્ટ સાંજે ૦૪:૧૫ ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવ્યું છે

Back to top button
error: Content is protected !!