AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ઓપરેશન સિંદૂર’ના શૌર્યના ગૌરવગાન સાથે અમદાવાદમાં નરેન્દ્ર મોદીના રોડ શોમાં રાષ્ટ્રપ્રેમનો મહાપર્વ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ, 27 મે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસના ભાગરૂપે અમદાવાદના એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉમળકાભેર સ્વાગત મેળવ્યું. શહેરવાસીઓએ ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ અને શૌર્યને સલામ કરતા ‘મા ભારતી’ના જયઘોષ સાથે તિરંગા લહેરાવ્યા અને પુષ્પવર્ષા દ્વારા વડાપ્રધાનનો અભિવાદન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ વડાપ્રધાનની સાથે રોડ શોમાં જોડાયા હતા. રોડ શોના સમગ્ર રૂટ પર દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતીય સંસ્કૃતિ દર્શાવતા ટેબ્લોએ હૃદયસ્પર્શી માહોલ સર્જ્યો.

અરવિંદકેજરીવાલ વિરુદ્ધના ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરાયું. સમગ્ર રસ્તો તિરંગાની ઝાંખીથી ઝળહળી ઊઠ્યો અને શહેરીજનોમાં દેશદાઝના ભાવનાથી ઉત્સાહની લહેર ફરી વળી.

શહેરીજનો સહિત બાળકો, વડીલો, વિવિધ સમાજો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓએ તિરંગા, પ્લેકાર્ડ અને રાષ્ટ્રપ્રેમી સૂત્રો સાથે સહભાગીતા નોંધાવી. સમગ્ર રોડ શો દરમિયાન ‘રાષ્ટ્રપ્રથમ’ની ભાવના છલકતી રહી.

આઝાદીનો આનંદ, દેશની રક્ષા માટે સમર્પિત વીર જવાનોના શૌર્ય અને વડાપ્રધાન તરીકે ગુજરાતના પનોતા પુત્રના સ્વાગતથી યુક્ત આ કાર્યક્રમ દેશભક્તિનો જીવંત દાખલો બની રહ્યો.

Back to top button
error: Content is protected !!