સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ
પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે

તા.10/11/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે, રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ‘એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે જિલ્લામાં તા. ૧૬ થી ૨૧ નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે આ આયોજન અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે આ પદયાત્રાઓમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને નાગરિકો ‘સરદાર@150 યંગ લીડર ક્વિઝ’, ‘સરદાર@150 નિબંધ સ્પર્ધા’ અને ‘રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા’ માં ભાગ લઈ શકશે યાત્રાના રુટ પર મેડિકલ ટીમની વ્યવસ્થા, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ સહિતના કાર્યક્રમો પણ યોજાશે આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારી અને અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા સહિતના અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




