કલાપ્રતિભાઓ માટે સુવર્ણ તક કલામહાકુંભ ૨૦૨૬-૨૭ની નોંધણી મુદત તા.૩૦ ઓગસ્ટ સુધી લંબાવાઈ
૬ થી ૬૦ વર્ષથી વધુ વયના કલાકારો વિવિધ કલાસ્પર્ધાઓમાં લઈ શકશે ભાગ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ પ્રતિભા દર્શાવવાની મળશે તક

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત કલામહાકુંભ ૨૦૨૬-૨૭ માટે નોંધણી કરવાની અંતિમ તારીખ લંબાવી તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ બપોરે ૧૨:૦૦ કલાક સુધી કરવામાં આવી છે. ૬ વર્ષથી લઈને ૬૦ વર્ષથી વધુ વયના કલાકારો ચાર અલગ-અલગ વયજૂથમાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય સહિત વિવિધ વિભાગોની કુલ અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિભાશાળી કલાકારોને પોતાની કલાનું પ્રદર્શન કરવાની ઉત્તમ તક મળશે.
તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત અરજીપત્રક સાથે આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડીને તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ બપોરે ૧૨:૦૦ કલાક સુધી સંબંધિત ઝોન/તાલુકા કન્વીનર પાસે પહોંચે તે રીતે અરજી મોકલવાની રહેશે. તાલુકા/ઝોન કક્ષાની સ્પર્ધાઓનું આયોજન તા.૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા.૧ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરી શકાશે.
સીધી જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પણ નિયત અરજીપત્રક, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે અરજી મોકલવાની રહેશે. સ્પર્ધાના નિયમો, ઝોન/તાલુકા કન્વીનરોની યાદી તેમજ અરજીપત્રકની વિગતો Dydo Junagadh ફેસબુક આઈ.ડી. પર ઉપલબ્ધ હોવાનું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે.



