વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા:તા.૦૮–ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની ૨ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે.
ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વી.એન.માવાણી તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, વઘઇ તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત ભૂજાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., નોંધણી નંબર – ૪૪૭૯૬ (૨) શ્રી મહિલા બોડારમાળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., નોંધણી નંબર – ૩૭૯૮૮ ની નોંધણી રદ થવા પામી છે.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની આ ૨ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.